Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 11 શ્લોક 17
વિશ્વરૂપદર્શનયોગ · શ્લોક 17
શ્લોક 17
કિરીટિનં ગદિનં ચક્રિણં ચ
તેજોરાશિં સર્વતો દીપ્તિમન્તમ્ |
પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષ્યં સમન્તાદ્
દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ્ ||૧૧-૧૭||
અનુવાદ
અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ, તેજના ધામ સમાન સર્વત્ર દૈદીપ્યમાન આપનાં સ્વરૂપના હું દર્શન કરું છું. આપનાં અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે.